News of Wednesday, 3rd July 2024
બાર્બાડોઝથી ટીમ ઇન્ડિયા રવાના: સ્વદેશ પરત ફરશે વર્લ્ડ ચેમ્પિયન: જાણો સ્પેશિયલ ફ્લાઈટ ક્યારે દિલ્હીમાં ઉતરશે
એરપોર્ટ બંધ થવાને કારણે ટીમ ઈન્ડિયા તેના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન સાથે ફસાઈ ગઈ:ફ્લાઇટ રદ થયા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી:એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ન્યૂયોર્કથી બાર્બાડોસ પહોંચી:હવે નવી દિલ્હી જવા રવાના થઇ

નવી દિલ્હી :T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસમાં અટવાયેલી ટીમ ઈન્ડિયાને લઈને નવી દિલ્હી માટે સ્પેશિયલ પ્લેન ટેકઓફ થયું છે. ભારતીય સમય અનુસાર બુધવારે સવારે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ ન્યૂયોર્કથી બાર્બાડોસ પહોંચી અને પછી નવી દિલ્હી જવા રવાના થઈ.
આ ફ્લાઈટ ગુરુવારે સવારે ભારત પહોંચશે. એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ટીમ ઈન્ડિયા 4 જુલાઈએ દેશ પરત ફરશે. ટીમને લઈને એક વિશેષ વિમાન વહેલી સવારે દિલ્હી પહોંચશે. તોફાન બેરીલને કારણે ટીમનું પ્રસ્થાન વિલંબિત થયું છે.
આ ખાસ ફ્લાઇટને ‘ક્રિકેટ 24 વર્લ્ડ ચેમ્પિયન ફ્લાઇટ’ નામ આપવામાં આવ્યું છે. ફ્લાઇટમાં લગભગ 22 ભારતીય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ આવી રહ્યા છે, જેઓ બાર્બાડોસમાં ફસાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમ અજેય રહીને ટાઈટલ જીતી હોય.
આ વર્લ્ડ કપ એટલા માટે પણ ખાસ છે કારણ કે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હી પહોંચતા જ ટીમ ઈન્ડિયા વડાપ્રધાન આવાસ પર પીએમ મોદીને પણ મળશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
