News of Wednesday, 3rd July 2024
જસપ્રીત બુમરાહના નામે થયો ટી૨૦ વર્લ્ડ કપની બેસ્ટ બોલિંગ એવરેજનો રેકોર્ડ
આઇસીસીએ શેર કર્યા ટી૨૦ વર્લ્ડ કપની રેકોર્ડબ્રેક સીઝનના રસપ્રદ આંકડા સૌથી વધુ ૪૪ મેઇડન ઓવર્સ અને ૧૪૭૮ બાઉન્ડરીવાળી સીઝન બની

નવી દિલ્હી : સૌથી વધુ ૫૧૭ સિક્સરવાળી આᅠટી૨૦ વર્લ્ડ કપᅠસીઝન રેકોર્ડબ્રેક રહી છે. આઇસીસીએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના કેટલાક રસપ્રદ આંકડા શેર કર્યા હતા. સૌથી વધુ ૧૨ મેઇડન ઓવર્સ ફેંકવાનો ભારતીય રેકોર્ડ ધરાવનાર જસપ્રીત બુમરાહે ટી૨૦ વર્લ્ડ કપની બેસ્ટ બોલિંગ એવરેજનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
આ સીઝનમાં ૧૨૪ રન આપીને ૧૫ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહની બોલિંગ એવરેજ ૮.૩ રહી, જે સાઉથ આફ્રિકાના બોલર એન્રિક નોર્ખિયાની ૨૦૨૨ની ૮.૫થી વધુ સારી હતી. ૪.૧૭ના ઇકોનોમી-રેટને કારણે જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અવોર્ડ જીત્યો હતો.
એક સીઝનમાં સૌથી વધુ ૧૬ સિક્સર ફટકારવાના ક્રિસ ગેઇલના ૨૦૧૨ના રેકોર્ડને તેની જ ટીમના સાથી પ્લેયર નિકોલસ પૂરને ૧૭ સિક્સર ફટકારીને તોડ્યો હતો. આ સીઝન સૌથી વધુ ૧૪૭૮ બાઉન્ડરીવાળી રહી. આ પહેલાં ૨૦૨૧માં ૧૩૪૮ બાઉન્ડરી જોવા મળી હતી. આ સીઝનમાં મેઇડન ઓવર્સમાં ૧૦૯.૫૨ ટકાનો વધારો જોવા મળ્યો.
આ સીઝનમાં ૪૪ મેઇડન ઓવર્સ જોવા મળી, જેણે ૨૦૧૨ના ૨૧ મેઇડન ઓવર્સના રેકોર્ડને તોડ્યો હતો. આ સીઝનમાં ટી૨૦ વર્લ્ડ કપ ઇતિહાસની ટોટલ ઓવર્સમાંથી ૨૮.૯૫ ટકા મેઇડન ઓવર્સ જોવા મળી હતી.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
