News of Wednesday, 3rd July 2024
ટીમ મીટીંગમાં રોહિતે કહેલું કે મને તમારા બધાના ઓકિસજનની જરૂર પડશે, તમારા પગ, મગજ અને દિલને આ ગેમમાં લગાડી દો
સૂર્યકુમાર યાદવનો ખુલાસો

નવી દિલ્હી તા. ૩ : ટી૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં આઇકોનિક કેચ પકડીને ઐતિહાસિક જીતનો મહત્ત્વનો ભાગ બનેલા મુંબઈકર સૂર્યકુમાર યાદવે ટીમ-મીટિંગ વિશેનો રસપ્રદ ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘રોહિત શર્માએ ટીમ-મીટિંગમાં બધાનો સપોર્ટ માગીને જણાવ્યું હતું કે આ પહાડ હું એકલો નહીં ચડી શકીશ, એની ટોચ પર પહોંચવા માટે મને તમારા બધાના ઓક્સિજનની જરૂર પડશે; તમારા પગ, મગજ અને દિલને આ ગેમમાં લગાડી દો.'
૩૩ વર્ષના સૂર્યકુમાર યાદવને એ શાનદાર કેચ પકડ્યા બાદ હજારો વોટ્સએપ મેસેજ મળ્યા હતા. આ વિશે તેણે કહ્યું હતું કે ‘મારા ફોનમાં ૧૦૧૪ અનરેડ વોટ્સએપ મેસેજ છે, મને અજાણ્યા લોકોના પણ મેસેજ મળ્યા છે અને આટલા મેસેજ મને હમણાં સુધી ક્યારેય નથી મળ્યા.'
હેડ કોચ રાહુલ દ્રવિડની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે ‘તેમણે એક દીવાલ તૈયાર કરી હતી જે અમને લોકોની અપેક્ષા, પ્રેશરથી બચાવતી હતી અને અમને બધાને આરામ આપતી હતી. તેમની ૩૦ સેકન્ડની ટ્રોફી સેલિબ્રેશનની ક્લિપ હું જીવનભર સંભાળીને રાખીશ.'
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
