News of Thursday, 4th July 2024
ભારત વિ. ઝિમ્બાબ્વે ટી20 સીરીઝ ક્યારે, ક્યાં અને કયા સમયે જોઈ શકશો, જાણો અહીં સંપૂર્ણ માહિતી
T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વે શ્રેણીમાં પ્રથમ બે મેચ નહીં રમે : વર્લ્ડ કપના રિઝર્વ ખેલાડીઓ રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને પણ ટીમમાં સામેલ

મુંબઈ : T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે.
T20 સિરીઝની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7 જુલાઈ, ત્રીજી 10 જુલાઈ, ચોથી 13 જુલાઈ અને પાંચમી અને છેલ્લી મેચ 14 જુલાઈએ રમાશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહેલા નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બાર્બાડોસમાં તોફાનને કારણે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે પ્રથમ બે મેચ રમી શકશે નહીં. તેમની જગ્યાએ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ VVS લક્ષ્મણ વચગાળાના કોચ તરીકે ટીમ સાથે જોડાયા છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે રમાશે. તમામ મેચોનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે, SonyLIV એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે.
રથમ બે મેચ માટે ભારતની ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રિંકુ સિંહ, રાયન પરાગ, રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), અવેશ ખાન, હર્ષિત રાણા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, રવિ બિશ્નો. ,તુષાર દેશપાંડે.
ઝિમ્બાબ્વે ટીમ ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મુઝારાબાની, ડીવીન માયર્સ, ડી. , રિચાર્ડ શિપ, મિલ્ટન લાયન.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
