News of Friday, 5th July 2024
આજથી ભારતીય વિમેનની અને આવતી કાલથી મેન્સ ટીમની ક્રિકેટ એક્શન શરૂ
મહિલાઓ સાઉથ આફ્રિકા સામે અને પુરૂષો ઝિમ્બાબ્વે સામે ટી-૨૦ સિરીઝ રમશે વિમેન્સનો મેચ આજે સાંજે ૭ વાગ્યાથી અને મેન્સનો મેચ કાલે સાંજે ૪:૩૦ વાગ્યાથી શરૂ થશે

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપના રોમાંચ બાદ હવે આજથી ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ક્રિકેટ એક્શન ફરી એક વાર શરૂ થવા જઈ રહી છે. આજથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સાઉથ આફ્રિકન ટીમ સામે ત્રણ મેચની ટી૨૦ સિરીઝ શરૂ થશે. ત્રણેય મેચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી રમાશે. આ પહેલાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ અને એકમાત્ર ટેસ્ટ જીતી ચૂકી છે. ૧૯ જુલાઈથી શરૂ થનારા એશિયા કપ પહેલાં આ સિરીઝ હરમનપ્રીત કૌરની ટીમ માટે મહત્ત્વની બની રહેશે.
મેન્ટર વીવીએસ લક્ષ્મણ સાથે મિશન ઝિમ્બાબ્વે માટે હરારે પહોંચેલી કેપ્ટન શુભમન ગિલની ટીમ આવતી કાલે ૬ જુલાઈથી ટી૨૦ સિરીઝ રમવા માટે ઊતરશે. યુવા ક્રિકેટર્સ સામે ઝિમ્બાબ્વેને હરાવવાનો પડકાર હશે. પાંચેય મેચ હરારે ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે. ૭ જુલાઈએ મેન્સ અને વિમેન્સ ટીમની એકસાથે મેચ હોવાથી ક્રિકેટ ફેન્સ માટે સુપર સન્ડે બની રહેશે. બન્ને ટીમ પોતાની વિરોધી ટીમ સામે ક્લીન સ્વીપ કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે.
વિમેન્સ ટીમનું શેડ્યુલ
પહેલી T20 પાંચ જુલાઈ
બીજી T20 ૭ જુલાઈ
ત્રીજી T20 ૯ જુલાઈ
મેન્સ ટીમનું શેડ્યુલ
પહેલી T20 ૦૬ જુલાઈ
બીજી T20 ૦૭ જુલાઈ
ત્રીજી T20 ૧૦ જુલાઈ
ચોથી T20 ૧૩ જુલાઈ
પાંચમી T20 ૧૪ જુલાઈ
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
