તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 7th July 2024
વિનેશ ફોગાટે ઓલિમ્પિક પહેલા દેખાડ્યો દમ : સ્પેન ગ્રાં પ્રિકસની ફાઇનલમાં પહોંચી
વિનેશને છેલ્લી ઘડીનો શેંગેન વિઝા મળ્યો અને તેણે કોઈપણ સમસ્યા વિના ત્રણ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો

પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટ શનિવારે સ્પેન ગ્રાં પ્રિકસમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. વિનેશને બુધવારે છેલ્લી ઘડીનો શેંગેન વિઝા મળ્યો અને તે કોઈપણ સમસ્યા વિના ત્રણ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી.
ફાઇનલમાં વિનેશનો મુકાબલો ભૂતપૂર્વ રશિયન ખેલાડી મારિયા ટિયુમરકોવા સાથે થશે. 29 વર્ષીય વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતાએ અગાઉ ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેનને પોઈન્ટ પર 12-4થી હરાવ્યો હતો. ત્યારબાદ તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા કેનેડાની મેડિસન પાર્કસ સામે જીત નોંધાવી હતી.
સેમિફાઇનલમાં, વિનેશે અન્ય કેનેડિયન કેટી ડચકને પોઈન્ટ્સ પર 9-4થી હરાવ્યા. સ્પેનમાં તેણીની તાલીમ-કમ-સ્પર્ધા બાદ, વિનેશ પેરિસ ઓલિમ્પિકની તૈયારી માટે 20 દિવસની તાલીમ માટે ફ્રાન્સ જશે. .
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
