<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

આજે ઝિમ્બાબ્વે સામે બીજો ટી-૨૦:પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના ફ્લોપ શૉ બાદ પ્લેઈંગ-11 માં થશે ફેરફાર

હરારે:ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે હરારેમાં રમાશે. ભારતીય ટીમને યજમાન ઝિમ્બાબ્વેએ પ્રથમ T20માં 13 રને પરાજય આપ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને શ્રેણીમાં જોરદાર વાપસી કરવાનો છે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 4.30 વાગ્યાથી રમાશે. આ મેચ માટે ચાહકોની નજર બંને ટીમોના પ્લેઈંગ 11 પર પણ રહેશે.

ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે. હર્ષિતને પ્રથમ બે મેચ માટે જ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, તેથી ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે તેને તક આપવા માંગશે. હર્ષિત નીચલા ક્રમમાં પણ ઉપયોગી બેટિંગ કરી શકે છે, તેથી તે આ મેચમાં ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. હર્ષિત રમવાના કિસ્સામાં મુકેશ કુમાર કે અવેશ ખાને બહાર રહેવું પડી શકે છે. રિયાન પરાગ, અભિષેક શર્મા અને ધ્રુવ જુરેલ પોતાની ડેબ્યુ મેચમાં ફ્લોપ રહ્યા હતા. જો કે આ ત્રણેયને આ મેચમાં પણ તક મળે તેવી શક્યતા છે. બીજી તરફ ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11માં કોઈ ફેરબદલની કોઈ શક્યતા નથી.

(1:54 PM IST)