<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ધોનીના બર્થ-ડેને યાદગાર બનાવ્‍યો સલમાન - સાક્ષીએ

ભૂતપૂર્વ કેપ્‍ટનᅠમહેન્‍દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ૪૩મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ધોનીના ફેન્‍સ દ્વારા કટ-આઉટ અને થિયેટરમાં એમ.એસ. ધોની મૂવીના સોન્‍ગ પર ડાન્‍સ કરીને સેલિબ્રેશન કરવામાં આવ્‍યું હતું. બીજી તરફ અનંત-રાધિકાનાં લગ્ન માટે મુંબઈમાં ભેગાં થયેલાં અભિનેતા સલમાન ખાન અને સાક્ષી ધોનીએ પણ મિસ્‍ટર ફિનિશરનો ૪૩મો બર્થ-ડે યાદગાર બનાવ્‍યો હતો. સલમાન ખાન કેક-કટિંગ સેલિબ્રેશનમાં હાજર રહ્યો અને સાક્ષીએ એ સમયે ધોનીના પગે પડીને આશીર્વાદ લઈને બર્થ-ડે યાદગાર બનાવ્‍યો હતો

(3:15 PM IST)