News of Monday, 8th July 2024
ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આપણે જ જીતીશું : જય શાહની આગાહી

નવી દિલ્હી તા. ૮ : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે વિડિયો મેસેજ શેર કરીને ટી૨૦ વર્લ્ડ કપ જીત કેપ્ટનᅠરોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી હતી. રાજકોટમાં ભારતની ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરનાર જય શાહે કહ્યું હતું કે ‘ટી૨૦ વર્લ્ડ કપ બાદ હવે નેક્સ્ટ ટાર્ગેટ ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. મને રોહિત શર્માની કેપ્ટન્સીમાં પૂરો વિશ્વાસ છે કે અમે આ બન્ને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું.'
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી આઠ વર્ષ પછી યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટના કાર્યક્રમનો ડ્રાફટ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ને સુપરત કરવામાં આવ્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે હજી સુધી એને લીલી ઝંડી આપી નથી.
એવું માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ વન-ડે એશિયા કપ ૨૦૨૩ની જેમ ‘હાઇબ્રિડ મોડલ'લાગુ કરવા માટે આગ્રહ કરશે. આ મોડલ હેઠળ ભારતે એશિયા કપમાં એની તમામ મેચ શ્રીલંકામાં પાકિસ્તાન સામેની મેચ સહિત રમી હતી
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
