News of Monday, 8th July 2024
ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર હેડ કોચ રાહુલ દ્રવિડને આપો ભારતરત્ન
સુનીલ ગાવસકરે ભારત સરકારને કરી વિનંતી

નવી દિલ્હી તા. ૮ : સુનીલ ગાવસકરે રાહુલ દ્રવિડ, જય શાહ અને રોહિત શર્માનાં ભરપેટ વખાણ કરતા તેમણે ભારત સરકારને રાહુલ દ્રવિડને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અવોર્ડ આપવાની માગણી કરી હતી. તમામ ફેન્સનો સપોર્ટ માગતાં તેમણે પૂછ્યું પણ હતું કે ભારત રત્ન રાહુલ શરદ દ્રવિડ, આ સાંભળવામાં સારૂં લાગશેને?
લિટલ માસ્ટરે ભારતીય બોર્ડના સચિવ જય શાહને ટ્રોલ કરનાર ટ્રોલરની ટીકા કરી હતી. જય શાહ માટે તેમણે કહ્યું હતું કે મેન્સ-વિમેન્સ ભારતીય ક્રિકેટમાં સમાન વેતન અને વિમેન્સ પ્રીમિયર લીગ સહિતનાં ઘણાં નોંધપાત્ર પગલાં તેમણે લીધાં હતાં. ૨૦૧૫માં તેમણે ગુજરાત ક્રિકેટ અસોસિએશન સાથે કરીઅરની શરૂઆત કરી હતી. ૨૦૧૯માં તેઓ ભારતીય બોર્ડના સચિવ બન્યા, પણ કેટલાક લોકો તેમને પોલિટિકલ એજન્ડાને કારણે ક્રેડિટ નથી આપતા. રોહિત શર્માને લોકોના કેપ્ટન ગણાવીને તેમણે કહ્યું હતું કે તેણે કપિલ દેવ અને ધોનીના વારસાને આગળ વધાર્યો છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
