<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ભારતની જીતથી ICCને ૨૪ કલાકમાં મળ્‍યા રેકોર્ડબ્રેક ૧૩૦ કરોડ વ્‍યુઝ

વિરાટ - અર્શદીપના ભાંગડાને સૌથી વધુ ૧૨ કરોડ ૪૦ લાખ વ્‍યુઝ મળ્‍યા

 

૨૯ જૂને જયારે બાર્બેડોઝમાં ૧૪૦ કરોડ ભારતીયોનું બીજી વારᅠટી૨૦ વર્લ્‍ડ ચેમ્‍પિયનᅠબનવાનું સપનું પૂરું થયું એના ૨૪ કલાકમાં ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ ને રેકોર્ડબ્રેક વ્‍યુઝ મળ્‍યા હતા. આઇસીસીએ એની ડિજિટલ ચેનલ પર ફાઇનલ મેચના જે વિડિયો શેર કર્યા હતા એનાથી એને ૨૪ કલાકમાં હમણાં સુધીના સૌથી વધારે ૧૩૦ કરોડ વ્‍યુઝ મળ્‍યા હતા. ચેમ્‍પિયન બન્‍યા બાદ વિરાટ કોહલીએ અર્શદીપ સિંહ સાથે ‘તુનક તુનક' સોન્‍ગ પર કરેલા ભાંગડાને સૌથી વધુ ૧૨ કરોડ ૪૦ લાખ વ્‍યુઝ મળ્‍યા હતા. મુંબઈકર સૂર્યકુમાર યાદવના આઇકોનિક કેચને ૧૦.૧ કરોડ વ્‍યુઝ મળ્‍યા અને એ વ્‍યુઝ હજી વધી રહ્યા છે.

રોહિત શર્માએ ટ્રોફી લેવા જતી વખતે જે રીતે વોક કર્યું એને ૮.૫ કરોડ, રોહિતને ભેટીને હાર્દિક પંડ્‍યા રડ્‍યો એને ૬.૬ કરોડ, ઇયાન સ્‍મિથની આઇકોનિક કોમેન્‍ટરીને ૬.૨ કરોડ, જસપ્રીત બુમરાહ અને તેના દીકરા અંગદના વિડિયોને ૬.૧ કરોડ, રોહિત-વિરાટના વર્લ્‍ડ કપ સાથેના વિડિયોને ૫.૯ કરોડ, પંડ્‍યાના યુનિક સ્‍ટાઇલમાં સેલિબ્રેશનને ૫.૬ કરોડ અને રોહિતે બાર્બેડોઝની પિચની ધૂળ ફાકી એ વિડિયોને ૪.૯ કરોડ વ્‍યુઝ ૨૪ કલાકમાં મળ્‍યા હતા

(3:18 PM IST)