<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

44 વર્ષની ઉંમરે પણ ક્રિસ ગેલ એટલો આક્રમક રીતે રમ્યો કે મોટો ટાર્ગેટ પણ ઓછો પડ્યો અને બોલરો નિષ્ફળ ગયા.

ક્રિસ ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેના બેટની શાર્પનેસ હજુ પણ આક્રમકતા ઓછી થઈ નથી:40 બોલમાં 70 રન ઝૂડ્યા :તેની ઇનિંગ્સના કારણે તેની ટીમે દક્ષિણ આફ્રિકાના ચેમ્પિયનને હરાવ્યું

લિજેન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફેન્સને ફરી એકવાર તેમના જૂના સ્ટાર્સને મેદાન પર જોવાનો મોકો મળી રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સનો સામનો દક્ષિણ આફ્રિકાના ચેમ્પિયન્સ સામે થયો હતો. આ મેચમાં ફરી એકવાર ગેઈલનું તોફાન જોવા મળ્યું હતું. તેના દ્વારા 40 બોલમાં રમાયેલી ઈનિંગ્સના કારણે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પણ ઓછો પડી ગયો હતો.

  પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 5 વિકેટે 174 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એશવેલ પ્રિન્સે અણનમ 46 અને ડેન વિલાસે 44 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન મોહમ્મદે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી.

  175 રનના સ્કોરનો પીછો કરતા ક્રિસ ગેલ અને ડ્વેન સ્મિથે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ 8.3 ઓવરમાં 65 રન ઉમેર્યા હતા. આ દરમિયાન સ્મિથ આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી પણ ગેલ પર વધુ અસર થઈ ન હતી અને તેણે ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેની ઈનિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝે 5 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

   આ ઇનિંગ દરમિયાન તેણે 40 બોલનો સામનો કર્યો અને 70 રન બનાવ્યા. તેણે 175ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. ગેઈલની આ ઈનિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન આ મેચ આસાનીથી જીતી ગઈ.

(11:10 PM IST)