<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ઉડુપીના મારીગુડી મંદિરમાં મુંબઇકર સૂર્યકુમાર યાદવ બોલ્‍યો તુલુ ભાષા

નવી દિલ્‍હી તા. ૧૦ : ભારતીય ટીમના આક્રમક બેટ્‍સમેનᅠસૂર્યકુમાર યાદવેᅠપત્‍ની દિવિશા શેટ્ટી સાથે કર્ણાટકના ઉડુપી જિલ્લાના પ્રાચીન મારીગુડી મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. સૂર્યકુમાર પત્‍ની દિવિશાના હોમટાઉન મેન્‍ગલોર પહોંચ્‍યો હતો. મંદિરના અધિકારીઓએ જણાવ્‍યા અનુસાર વ્‍૨૦ વર્લ્‍ડ કપ જીતશે તો આ મંદિરમાં પૂજા કરવા આવશે એવો સંકલ્‍પ દિવિશાએ પતિ માટે કર્યો હતો.ᅠ

સૂર્યકુમાર અને દિવિશાએ દેવી કપુ મરિયમાને ચમેલીનાં ફૂલોની માળા અર્પણ કરીને પરિવાર માટે આશીર્વાદ માગ્‍યા હતા. એ દરમ્‍યાન દિવિશા મંદિરમાં દ્રવિડિયન ભાષા તુલુમાં વાત કરતી જોવા મળી હતી. સૂર્યકુમારે પણ તુલુ ભાષા બોલવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી મંદિરમાં હાજર લોકો ખુશ થઈ ગયા હતા.

(1:33 PM IST)