<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જય શાહ નવેમ્‍બરમાં ICCના યંગેસ્‍ટ પ્રેસિડન્‍ટ બની શકે છે, તો BCCIનું પ્રમુખપદ છોડવું પડશે

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવᅠજય શાહᅠહવે ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ (આઇસીસી)ના પ્રેસિડન્‍ટ બનશે એવી પ્રબળ સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ પદ પર છેલ્લાં ચાર વર્ષથી ન્‍યુ ઝીલેન્‍ડના ગ્રેગ બાર્કલે છે. બાર્કલેને આ પદ ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડના સચિવના સમર્થનથી મળ્‍યું હતું.

બાર્કલે બીજી ટર્મ માટે લાયક છે અને તેને ચાલુ રાખવામાં પણ રસ હોઈ શકે છે, પરંતુ જય શાહ જો નવેમ્‍બરમાં યોજાનારી ચૂંટણી લડશે તો તે બિનહરીફ જીતશે એ નિશ્ચિત છે. જો આવું થશે તો તેઓ એ સમયે ૩૬ વર્ષની ઉંમરે આઇસીસીના યંગેસ્‍ટ પ્રેસિડન્‍ટ બની જશે. આઇસીસીના પ્રેસિડન્‍ટ બનવા માટે તેમણે બીસીસીઆઇના સચિવનું પદ છોડવું પડશે. ઇન્‍ટરનેશનલ મીડિયા અનુસાર આઇસીસીના પ્રેસિડન્‍ટ બનીને તેઓ આઇસીસીની ઓફિસ દુબઈથી મુંબઈમાં શિફટ કરી શકે છે.

(1:37 PM IST)