<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

કિંગ કોહલીએ અલીબાગમાં બનાવ્‍યું નવું ઘર

આ બંગલાની કિંમત ૩૦ કરોડથી વધુ છે

નવી દિલ્‍હી : વિરાટ કોહલીએ અલીબાગસ્‍થિત પોતાના નવા આલીશાન બંગલાનો વિડિયો શેર કરીને બાંધકામ-ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. મુંબઈ અને ગુરૂગ્રામ બાદ આ કિંગ કોહલીનું ત્રીજું ઘર છે. આ આલીશાન બંગલામાં સ્‍વિમિંગ-પૂલ, વિશાળ બગીચો અને બીજી ઘણી સુવિધાઓ છે.

અહેવાલો અનુસાર આ બંગલાની કિંમત ૩૦ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં જમીન ખરીદવા માટે ૧૯-૨૦ કરોડ રૂપિયા અને બંગલો બનાવવા માટે ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોહલીનો આ બંગલો આવાસ કન્‍સ્‍ટ્રક્‍શન કંપની દ્વારા બનાવવામાં આવ્‍યો છે જે લગભગ બે વર્ષમાં બનીને તૈયાર થયો છે.

(1:38 PM IST)