<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

વન-ડે સિરીઝ ૩-૦, ટેસ્‍ટ માં પણ જબરદસ્‍ત વિજય

વુમન્‍સ ટીમે પણ બાજી મારી : અંતિમ ટી-૨૦ ૧૦ વિકેટે જીતી : સિરીઝ ૧-૧ થી ડ્રો હવે ૧૯ જુલાઈથી એશિયા કપમાં અભિયાન શરૂ

નવી દિલ્‍હી : ૧૦ દિવસની અંદર ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકન ક્રિકેટને કયારેય ન ભુલાય એવી કારમી હાર આપી છે.

ભારતીય મહિલાઓએ સાઉથ આફ્રિકન મહિલાઓને વન-ડે સિરીઝમાં ૩-૦થી પરાસ્‍ત કરીને અને એકમાત્ર ટેસ્‍ટ મેચમાં પણ જબરદસ્‍ત વિજય મેળવ્‍યા પછી ત્રણ મેચની ટી-૨૦ સિરીઝમાં અંતિમ મેચ ૧૦ વિકેટે જીતીને ૧-૧થી સિરીઝ બરાબર કરી હતી. પરિણામે સાઉથ આફ્રિકન વિમેન્‍સ ટીમે એક પણ સિરીઝ જીત્‍યા વગર સ્‍વદેશ પરત ફરવું પડયું છે. ભારતના ટૂર માં માત્ર એક ટી-૨૦ મેચ જીતી શકી હતી.  ગઈકાલે ભારતીય ટીમે પહેલાં બોલિંગ પસંદ કરીને ૧૭.૧ ઓવરમાં ૮૪ ૨ને વિરોધી ટીમને ઓલઆઉટ કરી હતી. ભારતીય ઓપનર સ્‍મૃતિ માન્‍ધના (૫૪ રન)એ શેફાલી વર્મા (૨૭ રન) સાથે મળીને ૧૦.૫ ઓવરમા ંટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

હવે ૧૯ જુલાઈએ પાકિસ્‍તાન સામેની ટક્કરથી ભારતીય મહિલા ટીમ ટી-૨૦ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે

(3:47 PM IST)