<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ભારત વર્લ્‍ડ ચેમ્‍પિયન બનતા માઇકલ વોનને મરચા લાગ્‍યા, કહ્યું રોહિત, વિરાટ, જાડેજાએ ટ્રોફીઓ જીતવી જોઇતી હતી

રોહિતને બીજુ આઇસીસી ટાઇટલ જીતવા ૧૭ વર્ષ લાગ્‍યા

નવી દિલ્‍હી, તા. ૧૦ : એક પોડકાસ્‍ટને આપેલા ઇન્‍ટર્વ્‍યુમાં માઇકલ વોને કહ્યું કે, ‘ટી-૨૦ વિશ્વકપ જીત્‍યા બાદ નિવળત્તિ લેવી એ સારી બાબત છે, પણ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્‍દ્ર જાડેજાએ એમના કરિયરમાં વધારે ટ્રોફીઓ જીતવી જોઈતી હતી. આ ત્રિપુટી લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્‍સો રહેલી છે, છતાં ગત એક દાયકામાં એ ભારત માટે માત્ર આ એક આઇસીસી  ટ્રોફી જ જીતવામાં સફળ રહી છે. રોહિતને તો બીજું ટી-૨૦ ટાઇટલ જીતવામાં સત્તર વર્ષ લાગ્‍યા.

વોનના કહેવાનો  અર્થ એવો કરી શકાય કે, ભારતના એ ત્રણે સ્‍ટાર ક્રિકેટરોએ એમની કરિયરમાં એવી કંઈ જોરદાર સિદ્ધિઓ નથી મેળવી. ટી-૨૦ માં ૪૨૩૧ રન બનાવનાર રોહિત અને ૪૧૮૮ રન બનાવનાર કોહલી તથા આધારભૂત ઓલરાઉન્‍ડર જાડેજા બાબતે વોનનું આવું નિવેદન ભારતીય ક્રિકેટના ચાહકોને માફક ન આવે એવું બની શકે. કોહલી, શર્મા અને જાડેજાના કરોડો ફેન્‍સ વોનના શબ્‍દોની ઝાટકણી કાઢે એવી શકયતા છે. અને એમ થાય એ સ્‍વાભાવિક પણ છે.

ઇંગ્‍લેન્‍ડ માટે વર્ષો સુધી ક્રિકેટ રમી ચૂકેલા અને કેપ્‍ટન પણ રહી ચૂકેલા માઇકલ વોને પોતે કેપ્‍ટન કે ટીમના સભ્‍ય તરીકે વિશ્વકપ જેવી મહત્ત્વની લેખાય એવી એકપણ ક્રિકેટ ટ્રોફી ન જીતી હોય ત્‍યારે એનું ભારતના ત્રણ દિગ્‍ગજ ખેલાડીઓ વિરુદ્ધનું આવું નિવેદન બાલિશ અને ઈર્ષાપ્રેરિત લાગે એમ છે.

અઘરા વેણ ઉચ્‍ચાર્યા બાદ વોને લીપાપોતી કરતો હોય એમ કહ્યું કે, ‘ભારતીય ક્રિકેટરોમાં પુષ્‍કળ પ્રતિભા છે. નવોદિતો માટે જગ્‍યા કરીને ત્રણેયએ યોગ્‍ય સમયે નિવળત્તિ લીધી છે. હવે તેઓ વન ડે અને ટેસ્‍ટ ક્રિકેટ તથા આઇપીએલ  પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકશે

(3:49 PM IST)