<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પેરીસ ઓલપિકસમાં ઉડશે ટુ સીટર ટેક્ષી

કોમર્શીયલ હેતુ માટે સર્ટીફીકેટ, આ ટેકસી ડીજીટલ ફલાય-બાય વાયર સિસ્‍ટમ્‍સ પર કામ કરે છે

પેરીસ : પેરીસ ઓલંપીકમાં ટુ સીટર ફલાઇંગ ટેક્ષીની સેવાઓ માટે સીન નદી પર લેન્‍ડીંગ પેડને પ્રશાસનની મંજુરી મળી ગઇ છે. આ ટેક્ષી ઇલેકટ્રીક હેલીકોપ્‍ટર છે. જેમાં ઘણા રોટર લાગેલા છે. એર ટ્રાફીક વચ્‍ચે તેની ઉડ્ડયન ક્ષમતાનું પરીક્ષણ થઇ ચુકયું છે.

જર્મન કંપની વોલોકોપ્‍ટર આ ટેક્ષી સેવા શરૂ કરશે. જેનું નામ વોલોસીટી રાખવામાં આવ્‍યું છે. કંપનીના સીઇઓ ડર્ક હોક અનુસાર કેટલાય પરીક્ષણો પછી કોમર્શીયલ ઉડ્ડયન માટે સર્ટીફીકેટ મળી ગયું છે. તેનો પ્રારંભ ઓલંપિક દરમ્‍યાન કરવામાં આવશે જેથી અમે દુનિયાને બહેતર ટેકનીક અને સુખદ યાત્રાનો અનુભવ કરાવી શકીએ.

તેમણે કહયું કે વોલોસીટી સંપુર્ણ પણે ઓટોમેટીક છે. એ નિヘતિ જગ્‍યાએથી ઉડ્ડયન કરીને અન્‍ય નિヘતિ જગ્‍યાએ લેન્‍ડીંગ કરશે. પ્રાથમીક પરીક્ષણ દરમ્‍યાન તેમાં માત્ર એક વ્‍યકિતને બૈસાડીને ઉડ્ડયન કરાયું હતું પછી બે પ્રવાસીઓ સાથેનું પરીક્ષણ પણ સફળ રહયું હતું.

વોલોસીટીના પાયલોટ પૌલ સ્‍ટોનનું કહેવું છે કે આ ટેક્ષી ડીજીટલ ફલાય-બાય વાયર સીસ્‍ટમ્‍સ ઉપર કામ કરે છે. હેલીકોપ્‍ટરની સરખામણીમાં તેને સરળતાથી ઉડાડી શકાય છે. હેલીકોપ્‍ટરમાં માથા પર બટનો હોય છે. જે દબાવવાના હોય છે. અને સામે કીબોર્ડસ પર નજર રાખવી પડે છે. વોલોસીટીમાં આ સરળ બની જાય છે.

(4:02 PM IST)