News of Wednesday, 10th July 2024
શુભમનની શાનદાર બેટિંગ અને 'સુંદર' બોલિંગે ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું: ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી
કેપ્ટન શુભમન ગિલે 66 રન ફટકાર્યા :ડીયોન માયર્સની અડધી સદી વ્યર્થ ગઈ: વોશિંગ્ટન સુંદરે 3, અવેશ ખાને 2 અને ખલીલ અહેમદે એક વિકેટ લીધી: ભારતના 182 રનના જવાબમાં ઝિમ્બાબ્વે 6 વિકેટે 1259 રન બનવી શકી

મુંબઈ : ભારત શુભમન ગિલની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. પ્રથમ મેચ હાર્યા બાદ, મેન ઇન બ્લુએ પુનરાગમન કર્યું અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી. ટીમ ઈન્ડિયાએ બીજી મેચ 100 રને અને હવે બુધવારે રમાયેલી ત્રીજી મેચ 23 રને જીતી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી T20 મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 182/4 રન બનાવ્યા હતા.
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટના નુકસાને 159 રન બનાવી શકી હતી. ટીમ માટે ડીયોન માયર્સે 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિકેટકીપર ક્લાઈવ મદંડે 37 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કોઈ બેટ્સમેને બેટિંગ કરી નથી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ, અવેશ ખાને 2 વિકેટ અને ખલીલ અહેમદે એક વિકેટ ઝડપી હતી
પ્રથમ બેટિંગ કરતા ભારતે 182 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ મેચ ઓપન કરવા આવ્યા હતા. શુભમને 66 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. યશસ્વીના બેટમાંથી 36 રન આવ્યા હતા.
આ સિવાય ઋતુરાજ ગાયકવાડે 49 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા માત્ર 10 રન બનાવી શક્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાને 2 અને બ્લેસિંગ મુઝારાબાનીને 2 વિકેટ મળી હતી.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
