તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 11th July 2024
ગંભીર જીતવા માટે રમે છે, તેનામાં ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની ક્ષમતા
બાળપણના કોચ સંજય ભારદ્વાજ કહે છે

નવી દિલ્હી તા. ૧૧ : અમિત મિશ્રા, ઉન્મુક્ત ચંદ અને નીતિશ રાણા જેવા ઘણા ખેલાડીઓને તૈયાર કરનાર કોચ સંજય ભારદ્વાજે ભારતીય ટીમના નવા કોચᅠગૌતમ ગંભીરની ભરપેટ પ્રશંસા કરી હતી.
૨૦૧૯માં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત થયેલા સંજય ભારદ્વાજે ગૌતમ ગંભીર વિશે વધુ વાત કરતાં કહ્યું હતું કે ‘તે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ક્રિકેટ રમી ચૂક્યો છે. એક વાર તેણે વિરાટને પોતાનો મેન ઓફ ધ મેચનો અવોર્ડ આપ્યો હતો, જે દર્શાવે છે કે તે દિલથી કેટલો સાચો છે. તેણે મને ઘણા સમય પહેલાં કહ્યું હતું કે રોહિત શર્મા એક દિવસ સ્ટાર ખેલાડી બનશે અને તે સાચો સાબિત થયો. જો ગૌતમને લાગે કે આ ટીમ માટે યોગ્ય છે તો તે પોતાના નિર્ણય પર અડગ રહેશે. ગૌતમ જીતવા માટે રમે છે. તે જાણે છે કે શું કરવું, તેને માત્ર ક્રિકેટ જ સૌથી વધુ ગમે છે.'
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
