<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર: 26 જુલાઈએ પહેલી મેચ: ગૌતમ ગંભીરનો કોચિંગ યુગ શરૂ થશે

મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ : બંને ટીમ નવા મુખ્ય કોચ સાથે શ્રેણી રમશે. શ્રેણીની મેચો પલ્લેકેલે અને કોલંબોમાં રમાશે

મુંબઈ :ભારતના શ્રીલંકા પ્રવાસનું શિડ્યુલ  જાહેર કરાયું છે, બીસીસીઆઈએ ત્રણ વનડે અને ટી20 મેચોની શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે જ સમયે, પ્રવાસ પહેલા શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી છે.

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ પ્રવાસથી આંતરરાષ્ટ્રીય કોચિંગની શરૂઆત કરશે. ઉપરાંત, શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાનું કોચ તરીકેનું આ પ્રથમ કાર્ય હશે. શેડ્યૂલ મુજબ, T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જુલાઈએ પલ્લેકેલેમાં સાંજે 7 વાગ્યે રમાશે. કોલંબોમાં 1 ઓગસ્ટથી વનડે શ્રેણી શરૂ થશે.

   તાજેતરમાં ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. કોચ તરીકે આ તેમનો પ્રથમ પ્રવાસ હશે. તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. રાહુલનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થાય છે. ગૌતમ ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી ચાલશે.

   રોહિત શર્માની T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ નવા કેપ્ટનની પસંદગી હજુ બાકી છે. કેપ્ટનશિપની રેસમાં હાર્દિક પંડ્યાનું નામ સૌથી આગળ છે. ટી20 વર્લ્ડ કપમાં તે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. કેએસ રાહુલ આ પ્રવાસમાં ODI ટીમનું નેતૃત્વ કરી શકે છે

(8:33 PM IST)