<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

યુસુફ અને ઈરફાન વચ્ચે મેદાનમાં ટક્કર થઈ: કોમેન્ટેટર્સ પણ ભાઈઓને લડતા જોઈને આશ્ચર્યચકિત : જુઓ વિડિઓ

ઈંગ્લેન્ડમાં રમાતી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સેમિફાઈનલમાં જગ્યા બનાવી

ઈન્ડિયા લિજેન્ડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની છેલ્લી 4માં જગ્યા બનાવી છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતીય ચેમ્પિયન ટીમ સાઉથ આફ્રિકન ચેમ્પિયન્સ સામે 55 રનથી હારી ગઈ હતી પરંતુ 5માંથી 2 મેચ જીતવા અને વધુ સારા નેટ રન રેટને કારણે યુવરાજ સિંહ એન્ડ કંપનીએ સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી. આ જીત છતાં દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ચેમ્પિયન્સ માટે યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ એક ક્ષણ એવી આવી જ્યારે બંને ક્રિઝ પર ટકરાયા.

  વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 15મી મેચમાં દક્ષિણ આફ્રિકાની ચેમ્પિયન ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. 211 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઈન્ડિયા લિજેન્ડ્સની શરૂઆત ખરાબ રહી હતી અને 77ના સ્કોર સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાના બે પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે આગેવાની લીધી. ઈરફાન ઝડપી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ યુસુફ પઠાણની ભૂલને કારણે તે રનઆઉટ થયો હતો

  આ પછી ઈરફાનનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેણે મેદાનમાં જ તેના મોટા ભાઈ પર ખિજાયો હતો  જો કે, મેચ પછી બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હવે મોટા ભાઈના કપાળ પર ચુંબન કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં ઈરફાને લખ્યું છે કે જ્યારે માતા-પિતા ઘરે ન હોય ત્યારે ભાઈઓ કેવી રીતે જીવે છે અને જ્યારે માતા-પિતા ઘરે હોય ત્યારે ભાઈઓ કેવી રીતે જીવે છે

(9:48 PM IST)