News of Saturday, 13th July 2024
મારા માતા-પિતાએ ટેનિસનું રેકેટ આપ્યું હોત તો સારૂ થાતઃ સાઇના

નવી દિલ્હી,તા.૧૩: બેડમીન્ટન સ્ટાર સાઇના નેહવાલે ખેલાડી તરીકે ઘણી સિદ્ધિઓ મેળવી છે, તે વિશ્વમાં ટોચનું રેન્કિંગ હાંસલ કરનાર પ્રથમ ભારતીય મહિલા શટલર બની હતી. જોકે સાઇના નેહવાલને લાગે છે કે જો તે બેડ્મિન્ટન રમવાને બદલે ટેનિસ રમી હોત તો તે એક ખેલાડી તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.
રાષ્ટ્રપતિ ભવનમાં ‘હર સ્ટોરી - માય સ્ટોરી'ના સેશન દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘ક્યારેક મને લાગે છે કે મારાં માતા-પિતાએ મને ટેનિસનું રેકેટ આપ્યું હોત તો સારું થાત. એમાં વધુ પૈસા હતા અને મને લાગે કે હું એમાં વધુ શક્તિશાળી બની હોત. હું બેડ્મિન્ટન કરતાં ટેનિસમાં સારું પ્રદર્શન કરી શકી હોત.'
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
