News of Saturday, 13th July 2024
રાજકોટમાં બેનસ્ટકોસે પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી હતીઃ સન્માન

નવી દિલ્હી,તા.૧૩: ૧૦૦ ટેસ્ટ મેચ રમવી એ કોઈ પણ ક્રિકેટર માટે મોટી વાત છે. ટેસ્ટક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ૮૦ ક્રિકેટર જ ૧૦૦થી વધુ ટેસ્ટ મેચ રમી શક્યા છે જેમાં ૧૭ ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે. ઇંગ્લેન્ડની ટેસ્ટ-ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં ૧૦૦ મેચ રમવાની મોટી સિદ્ધિ મેળવી હતી. રાજકોટમાં ત્રીજી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. આ સિદ્ધિ બદલ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને લોર્ડ્સમાં સિલ્વર કેપથી સન્માનિત કર્યો હતો.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
