News of Saturday, 13th July 2024
WCL: આજે રાત્રે ૯ વાગ્યાથી ભારત ચેમ્પીયન અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો
યુવરાજની સેના ચેમ્પીયન બનવા સ

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ લીગ ૨૦૨૪માં યુવરાજ સિંહની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતની ચેમ્પિયન ટીમે સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટીમને ૮૬ રનથી હરાવીને ફાઈનલ માટે પોતાનું સ્થાન નિヘતિ કર્યું હવે તેનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન ટીમ આજે રાત્રે ૯ વાગ્યાથી રમાશે.
નોર્થમ્પટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી WCL 2024ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારતીય ચેમ્પિયન ટીમને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૫૪ રનનો જંગવી જુમલો બનાવ્યો હતો. કેપ્ટન યુવરાજ સિંહ સિવાય રોબિન ઉથપ્પા, યુસુફ અને ઈરફાન પઠાણની શાનદાર બેટિંગ જોવા મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૬૮ રન બનાવી શકી હતી.
આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ચેમ્પિયન ટીમ પ્રથમ બેટિંગ કરતા રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુની ઓપનિંગ જોડી માત્ર ૩૨ રન જ જોડવામાં સફળ રહી હતી. ૫૬ના સ્કોર પર ભારતીય ચેમ્પિયન ટીમને સુરેશ રૈનાના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. અહીંથી ઉથપ્પાને કેપ્ટન યુવરાજ સિંહનો સપોર્ટ મળ્યો અને બંનેએ તોફાની સ્ટાઈલમાં બેટિંગ શરૂ કરી. ઉથપ્પાએ ૩૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૬૫ રન બનાવ્યા હતા, તો જૂના દિવસોની યાદ તાજી કરાવતા યુવરાજ સિંહે ૨૮ બોલમાં ૨૦૦થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે ૫૯ રનની ઈનિંગ રમી હતી. તો યુસુફે ૨૩ બોલમાં ૫૧ રને અણનમ રહયો હતો.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
