<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

પ્રથમ બોલે બે છગ્‍ગા ફટકારનાર જયસ્‍વાલ ICCની ફુલ મેમ્‍બર ટીમનો પ્રથમ બેટર બન્‍યો

શિવમ દૂબે પ્‍લેયર ઓફ ધ મેચ, વોશીંગ્‍ટન સુંદર બન્‍યો પ્‍લેયર ઓફ ધ સિરીઝ

નવી દિલ્‍હીઃ હરારે ક્રિકેટ સ્‍ટેડિયમમાં બેક-ટુ-બેક બીજી મેચ રમનારᅠભારતની યંગ બ્રિગેડેᅠગઈ કાલે પાંચમી ટી-૨૦માં ૪૨ રને જીત મેળવી હતી. સતત ચોથી હાર સાથે ઝિમ્‍બાબ્‍વેએ ૪-૧થી સિરીઝ ગુમાવી હતી. ભારતીય ટીમે પહેલાં બેટિંગ કરીને ૬ વિકેટે ૧૬૭ રન કર્યા હતા. જવાબમાં ૧૮.૩ ઓવરમાં ઝિમ્‍બાબ્‍વેની ટીમ ૧૨૫ રને ઓલઆઉટ થઈ હતી. વિદેશની ધરતી પર ટી-૨૦ સિરીઝમાં ૪ મેચ જીતનારો શુભમન ગિલ ભારતનો સૌપ્રથમ કેપ્‍ટન બની ગયો છે.

મેચના પહેલા બોલ પર એક અનોખી ઘટના બની હતી. ઝિમ્‍બાબ્‍વેના કેપ્‍ટન સિંકદર રઝાએ ઓવરની શરૂઆત નો બોલ સાથે કરી જેના પર યશસ્‍વી જયસવાલે સિક્‍સર ફટકારી હતી. ઓફિશ્‍યલ બોલ પર ફરી એક વાર સિક્‍સર ફટકારીને તેણે મોટો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. ૧૨ રને આઉટ થનાર જાયસવાલે નો બોલની મદદથી ટીમ માટે એક બોલમાં ૧૩ રન બનાવી લીધા હતા. પ્રથમ બોલમાં બે સિક્‍સર મારનાર તે ટી-૨૦ ઇન્‍ટરનેશનલમાં આઇસીસીનાફુલ મેમ્‍બર ટીમમાંથી પ્રથમ બેટર બન્‍યો. જયસવાલ સિવાય આ રેકોર્ડ અસોસિએટ ટીમ તાન્‍ઝાનિયાના ઇવાન સેલેમાનીના નામે હતો, જેણે ૨૦૨૨માં રવાન્‍ડા સામેની મેચ દરમ્‍યાન આ રેકોર્ડ હાંસલ કર્યો હતો.૫૮ રનની ઇનિંગ્‍સ રમનાર વિકેટકીપર-બેટર સંજુ સેમસને ૧૧૦ મીટરની આઉટ ઓફ ધ સ્‍ટેડિયમ સિક્‍સર ફટકારીને ટી-૨૦ ક્રિકેટમાં ૩૦૦ સિક્‍સર પૂર્ણ કરી હતી. ૨૬ રન બનાવીને બે વિકેટ લેનાર શિવમ દુબે ઓલરાઉન્‍ડર પ્રદર્શન કરીને પ્‍લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીત્‍યો હતો. આખી સિરીઝમાં ૨૮ રન બનાવીને ૮ વિકેટ લેનાર વોશિંગ્‍ટન સુંદર પ્‍લેયર ઓફ ધ સિરીઝ બન્‍યો હતો.

(2:34 PM IST)