<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

તમારે રમવું હોય તો રમો,અમે અમારી ટીમ પાકિસ્તાન નહિં જ મોકલીએઃ હરભજન

નવી દિલ્હીઃ ૨૦૨૫ના ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના દિગ્ગજો ભારતીય ટીમને પાકિસ્તાનની ધરતી પર આવવા માટે આજીજી કરી રહ્યા છે, પણ ભારતીય બોર્ડે હજી સુધી પોતાનો નિર્ણય કહ્યો નથી. આ બધા વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનરઙ્ગહરભજન સિંહેઙ્ગલાઇવ ટીવી-શો દરમ્યાન પાકિસ્તાન પર પ્રહારો કરતા એક પાકિસ્તાની ટીવી-શોમાં ગુસ્સામાં કહ્યું હતું કે જો અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં સુરક્ષિતતા નથી અનુભવતા તો અમે અમારી ટીમ નહીં મોકલીએ. જો તમારે રમવું હોય તો રમો, નહીં તો રમશો નહીં. પાકિસ્તાન વિના પણ ભારતીય ક્રિકેટ ચાલી શકે છે.

હરભજન સિંહનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.

(2:56 PM IST)