News of Monday, 15th July 2024
પાકિસ્તાન સુરક્ષિત નથી, ટીમ ઇન્ડીયાએ અહીં ના આવવું જોઇએ
ભૂતપૂર્વ પાક ક્રિકેટર કનેરીયાએ બીસીસીઆઇના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

નવી દિલ્હી તા. ૧પઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પીનર દાનિશ કનેરીયાનું કહેવું છે કે, પાકિસ્તાન રમવા માટે સુરક્ષિત નથી. ટીમ ઇન્ડીયાએ અહીં ના આવવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આવતા વર્ષે આઇસીસી વન ડે ચેમ્પીયંસ ટ્રોફી રમાવાની છે. ભારત સરકારે સુરક્ષા કારણોથી ટીમ ઇન્ડીયાને મોકલવાની ના પાડી છે. બીસીસીઆઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હાઇબ્રીડ મોડલનું સૂચન કર્યું છે.
પત્રિકા સાથેના એક ઇન્ટરવ્યુ દરમ્યાન કનેરીયાએ કહ્યુ઼ં, હું બીસીસીઆઇ અને ભારત સરકારના નિર્ણય સાથે સહમત છું. પાકિસ્તાનમાં અત્યારે પરિસ્થિતી બરાબર નથી. ભારતીય ટીમનું અહીં આવવું સુરક્ષાના હિસાબથી યોગ્ય નહીં હોય.
પીસીબી હાઇબ્રીડ મોડલ સ્વીકારશે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ‘‘હું માનું છું કે પીસીબીએ અંતે હાઇબ્રીડ મોડલ પર સહમત થવું પડશે, કેમકે ભારતીય ટીમ વગર ચેમ્પીયંસ ટ્રોફીનું કોઇ મહત્વ નહીં રહે.''
તેમણે પોતાનો બળાપો વ્યકત કરતા કહ્યું, ‘‘હું કેટલાય વર્ષોમાં પાક ટીમ માટે રમનાર એક માત્ર હિંદુ ખેલાડી છું. મારે આનુ઼ નુકસાન ભોગવવું પડયું. જે ખેલાડીઓએ ભ્રષ્ટાચાર કરીને દેશનું નામ ખરાબ કર્યું તેઓ પાછા આવી ગયા પણ ૧૦ વર્ષ રમવા અને ર૬૧ ટેસ્ટ વીકેટ લેવા છતાં મને સાઇડમાં મુકી દેવાયો તેનું કારણ તમે સમજી શકો છો.''
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
