<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

રોહિત હતો એવો જ છે, પણ ફેમ અને પાવર મળતાં જ બદલાઇ ગયો વિરાટ

કોહલીના બાળપણના મિત્ર અમિત મિશ્રાનું દર્દ છલકાયું

નવી દિલ્‍હી,તા. ૧૭: ભારતના અનુભવી સ્‍પિનરᅠઅમિત મિશ્રાએ એક પોડકાસ્‍ટ પર એવા ખુલાસા કર્યા છે જેને કારણે તે ગઈ કાલે ભારે ટ્રેન્‍ડમાં રહ્યો છે. તેણે પોતે કરેલા એજ-ફ્રોડનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ૨૦૦૩માં જયારે મેં ભારત માટે ડેબ્‍યુ કર્યું ત્‍યારે મારા એક કોચ દ્વારા મારી ઉંમર બાવીસની જગ્‍યાએ ૨૧ વર્ષ બતાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આજથી તારી પાસે રમવા માટે વધુ વર્ષો હશે અને મેં એ માની લીધું હતું.

કાગળ પર આજે પણ અમિત મિશ્રાની ઉંમર ૪૧ વર્ષ છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે જયારે તેને પૂછવામાં આવ્‍યું ત્‍યારે અમિત મિશ્રાએ કહ્યું હતું કે રોહિત શર્માને હું જયારે પહેલી વાર મળ્‍યો ત્‍યારે જેવો હતો આજે પણ તે એવો જ છે. મેં વિરાટને ઘણો બદલાયેલો જોયો છે. અમે લગભગ વાત કરવાનું બંધ કરી દીધું છે.

જયારે તમને ફેમ અને પાવર મળે છે ત્‍યારે વિચારે છે કે લોકો કોઈ હેતુથી તેનો કોન્‍ટેક્‍ટ કરી રહ્યા છે. હું ચીકુને ૧૪ વર્ષનો હતો ત્‍યારથી ઓળખું છું, જયારે તે સમોસાં ખાતો હતો, જયારે તેને રોજ રાત્રે પીત્‍ઝાની જરૂર પડતી હતી, પરંતુ ચીકુ અને કેપ્‍ટન વિરાટ કોહલીમાં ઘણો ફરક છે. પહેલાં જયારે પણ તે મને મળતો ત્‍યારે તે ખૂબ જ માન આપતો હતો, પરંતુ હવે તે પહેલાં જેવો નથી રહ્યો.

શુભમન ગિલને કેપ્‍ટન્‍સી નથી આવડતી

પોડકાસ્‍ટ દરમ્‍યાન અમિત મિશ્રાએ ભારતીય ટીમની કપ્તાની ગિલને સોંપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્‍યા હતા. તેણે કહ્યું હતું કે હું શુભમન ગિલને કેપ્‍ટન નહીં બનાવીશ, મેં તેને આઇપીએલમાં જોયો હતો, તેને કેપ્‍ટન્‍સીનો કોઈ ખ્‍યાલ નથી. ઝિમ્‍બાબ્‍વે ટૂર પર ભારતીય ટીમે તેને કેપ્‍ટન બનાવ્‍યો, કારણ કે તેઓ તેને નેતૃત્‍વનો અનુભવ આપવા માગતા હતા.

(2:51 PM IST)