તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 17th July 2024
ગૌતમ ગંભીરની પસંદગીકારો સાથે બેઠક : ત્રણ મુખ્ય ખેલાડીઓને અપાશે આરામ :બે ખેલાડીની વાપસી થશે ?
ગંભીરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે વાત કરી :શ્રીલંકા પ્રવાસ માટે પોતાના સૂચનો આપ્યા હતા

મુંબઈ : ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. ભારતીય ટીમના નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બુધવારે પસંદગીકારો સાથે બેઠક યોજી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. જેમાં ગંભીર વર્ચ્યુઅલ રીતે સામેલ હતો.
આ બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વતી મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, પસંદગી સમિતિના સભ્ય ગૌતમ ગંભીર અને BCCI સચિવ જય શાહ હાજર હતા. શ્રીલંકા પ્રવાસ માટે ટીમની પસંદગી અંગે સૂચનો રિપોર્ટ અનુસાર, આ મીટિંગમાં ગંભીરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે વાત કરી હતી. તેમણે શ્રીલંકા પ્રવાસ માટે પોતાના સૂચનો આપ્યા હતા.
તેણે ખેલાડીઓ માટેની પોતાની પસંદગીઓ પણ જાહેર કરી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ શ્રેણીમાંથી 3 ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહનું નામ સામેલ છે
રોહિત હાલ અમેરિકામાં છે અને રજાઓ ગાળી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી લંડનમાં રજાઓ માણી રહ્યો છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત વનડે સિરીઝ રમી શકે છે. જો આમ થશે તો તે ODI ટીમની કેપ્ટનશીપ કરશે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે, પરંતુ તે T-20 ટીમનો ભાગ હોઈ શકે છે. જો કે તેને કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા નથી.
વાસ્તવમાં, BCCI લાંબા ગાળાના કેપ્ટનની શોધમાં છે. અહેવાલો અનુસાર સૂર્યકુમાર યાદવને T-20 ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. પસંદગીકારો તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. બીજી તરફ બે ખેલાડીઓ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી થવાની આશા છે. બંને ખેલાડીઓ સુકાની પદના દાવેદાર હોવાનું પણ કહેવાય છે. જો રોહિત શર્મા વનડે નહીં રમે તો કેએલ રાહુલ કેપ્ટનશિપનો સૌથી મોટો દાવેદાર હશે.
T-20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે શ્રેણી પલ્લેકલેમાં રમાશે. જ્યારે ODI શ્રેણીની મેચો 2 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
