તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
અમેરીકામાં ટી-ર૦ વર્લ્ડકપ રમાડવો આઇસીસીને મોંઘો પડયોઃ ૧૬૭ કરોડનું નુકશાન
અમેરીકામાં વર્લ્ડકપનો યોગ્ય પ્રચાર થયો ન હતો, ટીકીટોના ભાવ ઉંચા હોવાના લીધે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડીયમમાં ગયા જ નહતા, કરોડોના ખર્ચે નવુ સ્ટેડીયમ પણ બનાવેલું : આઇસીસીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે

નવી દિલ્હીઃ આ વખતે ટી-ર૦ વર્લ્ડ કપ ર૦ર૪ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા કરવામાં આવી હતી. ઼જે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં આઇસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇસીસીને પૂરી આશા હતી કે યુએસએમાં વર્લ્ડ કંપનું આયોજન ખૂબ જ સફળ રહેશે. પરંતુ આઇસીસીની વાર્ષિક બેઠક પહેલા ટી-૨૦ વર્લ્ડ કપ સાથે જોડાયેલો મોટો ખુલાસો સામે આવ્યો છે. હકીકતમાં કરોડોનું નુકસાન થયું છે.
આ વખતે આઈસીસીની વાર્ષિક બેઠક ૧૯મી જુલાઈથી ૨૨મી જુલાઈ સુધી કોલબોમાં યોજાવાની છે. આ બેઠક દરમિયાન ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે આ મીટિંગમાં અમેરિકામાં ટી-૨૦ વર્લ્ડ કપ મેચો યોજવાને કારણે ૨૦ મિલિયન યુએસ ડોલરથી વધુના નુકસાન પર ચર્ચા થવાની આશા છે. બે કરોડ યુએસ ડોલર ભારતના લગભગ ૧૬૭ કરોડ રૂપિયા કરતાં વધુ છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની અડધી મેચ યુએસએમાં રમાઈ હતી. જ્યાં મેચ દરમિયાન સ્ટેડિયમ સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યું હતું. જોકે, વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી મેચો દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો હાજર હતા. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં વર્લ્ડ કપનો યોગ્ય પ્રચાર કરવામાં આવ્યો ન હતો. ટિકિટના ભાવ પણ ખૂબ ઊંચા હતા. જેના કારણે ફેન્સ સ્ટેડિયમમાં આવ્યા ન હતા. આ સિવાય આઈસીસીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અમેરિકામાં નવું સ્ટેડિયમ પણ બનાવ્યું હતું, પરંતુ ભારતની મેચ સિવાય અન્ય કોઈપણ મેચમાં સ્ટેડિયમ મોટાભાગે ખાલી જ રહ્યું હતું.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
