<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

લિએન્‍ડર પેસ અને વિજય અમૃતરાજ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન

નવી દિલ્‍હી,તા. ૨૨: ટેનિસ જગતમાં ભારતનો ડંકો વગાડનાર દિગ્‍જ્જ ખેલાડી લિએન્‍ડર પેસ અને વિજય અમૃતરાજને ‘ટેનિસ હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્‍યા હતા. આ બંને આ યાદીમાં સ્‍થાન મેળવનાર એશિયાના પ્રથમ બે ખેલાડી બની ગયા છે. હાલ ઓફ ફેમ એ તેનાઓ, અગ્રણીઓ અથવા વ્‍યકિતઓનું સન્‍માન કરે છે. જેમણે રમત માટે મોટુ યોગદાન આપ્‍યુ હોય. આ લિસ્‍ટમાં ૨૮ દેશોમાં કુલ ૨૬૭ દિગ્‍ગજોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. લિએન્‍ડર પેસને ‘પ્‍લેયર' અને વિજય અમૃતરાજને ‘કન્‍ટ્રિબ્‍યુટર્સ' કેટેગરીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

(3:53 PM IST)