News of Monday, 22nd July 2024
ઇજાને પગલે ભારતની સ્પિનર શ્રેયંકા એશિયા કપમાંથી બહાર

દામ્બુલા તા. રરઃ ભારતની યુવા સ્પિનર શ્રેયંકા પાટિલને હાથની આંગળીમાં ફ્રેકચર થતા તે વિમેન્સ એશિયા કપની બાકીની મેચમાં નહીં રમી શકે. શ્રેયંકાને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેચ પકડવા જતા ડાબા હાથની ચોથી આંગળીમાં ઇજા થઇ હતી. તપાસ બાદ તેને આંગળીમાં ફ્રેકચર થયું હોવાનું જણાયું હતું. ભારતીય ટીમમાં તેના વિકલ્પ તરીકે તનુજા કંવરનો સમાવેશ કરાયો હોવાનું એશિયન ક્રિકેટ કાઉન્સિલે જણાવ્યું હતું.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
