તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 22nd July 2024
૪૫ ટ્રોફી જીતનાર ફુટબોલર લિયોનેલ મેસીને મળ્યુ સ્પેશ્યલ સન્માન

નવી દિલ્હી,તા.૨૨: આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસીને તેની ફુટબોલ ક્લબ ઇન્ટર મિયામી દ્વારા સ્પેશ્યલ સન્માન મળ્યું હતું. દુનિયામાં સૌથી વધુ ક્લબ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ મળીને કુલ ૪૫ ટ્રોફી જીતનાર મેસીની દરેક ટ્રોફીને સ્પેશ્યલ અંદાજમાં બાળકો દ્વારા મેદાનમાં લાવવામાં આવી હતી.
ક્લબના અધિકારીઓએ સ્પેશ્યલ સ્મૃતિ ભેટ આપીને મેસીના દિવસને યાદગાર બનાવ્યો હતો. કોપા અમેરિકાની ફાઇનલમાં ઇન્જર્ડ થયેલો મેસી અહીં સ્પેશ્યલ વોકિંગ બૂટમાં જોવા મળ્યો હતો. હવે તે પગની ઈજાને કારણે કેટલાક મહિનાઓ સુધી ફુટબોલ રમતો નહીં જોવા મળે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
