News of Monday, 22nd July 2024
ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે નિવૃત્તિની કરી જાહેરાત

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર અને પૂર્વ કેપ્ટન પીઆર શ્રીજેશે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિક 2024 તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે પીઆર શ્રીજેશે તેની કારકિર્દીમાં 328 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા જેમાં ત્રણ ઓલિમ્પિક, ઘણી કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ કપ અને ઘણી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ સામેલ છે, જેમાં તેણે ભારતીય ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.શ્રીજેશે કહ્યું કે તે આગામી પેરિસ ઓલિમ્પિક બાદ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેશે. શ્રીજેશે 2006 સાઉથ એશિયન ગેમ્સ દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.તે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમનો સભ્ય હતો. 41 વર્ષ પછી ટોક્યો 2020માં મેડલનો દુષ્કાળ ખતમ કરનાર ભારતીય પુરૂષ હોકી ટીમ હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે, જેમાં શ્રીજેશ મહત્વનો ખેલાડી છે.આ પ્રસંગે શ્રીજેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેના પરિવાર, સાથી ખેલાડીઓ, કોચ, પ્રશંસકો અને હોકી ઈન્ડિયાનો આભાર માન્યો હતો. તેણે ટોક્યો 2020માં જીતેલા મેડલને એક સ્વપ્ન સાકાર થવા સમાન ગણાવ્યું અને કહ્યું કે તેની નિવૃત્તિ એ એક અધ્યાયનો અંત અને નવા સાહસની શરૂઆત છે.શ્રીજેશ 2022 એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમનો સભ્ય પણ રહ્યો છે, તેણે ચાર વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે અને 2015 માં FIH હોકી વર્લ્ડ લીગ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
