News of Monday, 22nd July 2024
રોહિત અને વિરાટને લઈને ગંભીરની મહત્વની વાત : કહ્યું - જો તેઓ પોતાની ફિટનેસ સુધારે છે.
ગંભીરે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ મોટું નિવેદન આપ્યું

મુંબઈ : ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે અને ટી-20 શ્રેણી રમવા જઈ રહી છે. સૂર્યકુમાર યાદવ ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે. રોહિત શર્મા પહેલાની જેમ વનડે ટીમની કમાન સંભાળશે. શુભમન ગિલને બંને સિરીઝમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે.
શ્રીલંકા પ્રવાસ એક ગંભીર યુગની શરૂઆત દર્શાવે છે આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ મોટું નિવેદન આપ્યું છે. ગંભીરે કહ્યું કે વિરાટ-રોહિત 2027નો ODI વર્લ્ડ કપ પણ રમી શકે છે.
ગંભીરે કહ્યું, 'મને લાગે છે કે તેણે બતાવ્યું છે કે તે મોટા મંચ પર શું કરી શકે છે, પછી તે T20 વર્લ્ડ કપ હોય કે 50 ઓવરનો વર્લ્ડ કપ. આ બંને ખેલાડીઓમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે, ઓસ્ટ્રેલિયામાં એક મોટી ટેસ્ટ સિરીઝ આવી રહી છે. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેરિત થશે અને જો તેઓ પોતાની ફિટનેસ જાળવી શકશે તો તેઓ 2027નો વર્લ્ડ કપ રમી શકશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
