<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

આપણે સૂર્યાને વન-ડેમાં રમતો જોઇ શકીશું નહીઃ આકાશ ચોપડા

 

નવી દિલ્‍હીઃ સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની ટી-૨૦ શ્રેણીમાં ટીમ ઇન્‍ડિયાની કમાન સંભાળશે. આ મહત્‍વપૂર્ણ શ્રેણી પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ સૂર્યકુમાર યાદવ પર મોટું નિવેદન આપતા કહ્યુ કે સુર્યા  વન ડે ટીમનો ભાગ નથી. આગામી સમયમાં મોટી ટુર્નામેન્‍ટમાં નહીં રમે અને તેને ટીમની બહાર જ રહેવું પડશે.

વાસ્‍તવમાં સૂર્યકુમાર યાદવને ટી-૨૦ ટીમનો કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો હતો પરંતુ તેને વન-ડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્‍યો છે. આવી સ્‍થિતિમાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ એક મોટી ભવિષ્‍યવાણી કરી છે. તેનું માનવું છે કે ટી-૨૦નો સૂર્યકુમાર યાદવ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં નહીં રમે કારણ કે તે ઓટીઆઇ ટીમમાં ફિટ નથી. આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી રમનાર છે.આ પહેલા ભારતને માત્ર ૬ વન-ડે મળશે, જેમાંથી તે શ્રીલંકા સામે ૩  વનડે રમશે અને સૂર્યા આ વન-ડે મેચોમાં ટીમનો ભાગ નથી.

(3:03 PM IST)