તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ડ્રેસીંગરૂમમાં રોહિત-વિરાટ ગંભીર સાથે જલ્દીથી ભળી જાય એટલુ સારૂ રહેશેઃ નેહરા
કોઇ પણ ખેલાડી નિવૃતિ લેવા માંગતો નથી, પણ ઉંમરની સાથે શરીરની સીમાંઓ સ્વીકારી લ્યે છે

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિેકેટર આશીષ નહેરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તાજેતરમાં ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે તેવું જણાઈ રહ્યું હતું, પરંતુ હવે તેઓ શ્રીલંકા સામેની વનડે સીરિઝ રમી રહ્યા છે. ગૌતમ ગંભીર ટીમના નવા કોચ છે. ડ્રેસિંગ રૂમમાં બંને ગંભીર સાથે જેટલી જલ્દી સારી રીતે ભળી જાય એટલું સારું, પછી ભલે તમે એકબીજાને ઘણાં વર્ષોથી જાણતા હોય. ઘણી વખત એવું બને છે કે વર્લ્ડકપ રમ્યા પછી તમે સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગો છો. કયારેક તેમાં થોડી ખીચડી પણ રંધાય જાય છે. સફેદ બોલ ક્રિકેટ માટે ભારત પાસે ઘણાં ખેલાડીઓ ઉપલબ્ધ છે. યુવા ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે જેટલો વધુ સમય વિતાવશે તેટલું તેમના માટે સારો રહેશે.
ગંભીરે હાલમાં કહ્યું હતું કે, જો ૩૭ વર્ષીય રોહિત અને ૩૫ વર્ષીય કોહલી ફિટ રહેશે તો તેઓ ૨૦૨૭ના વર્લ્ડકપમાં ભારત માટે રમી શકે છે. નેહરાએ તેના પર પોતાનો અભિઙ્ઘાય આપતા કહ્યું હતું કે, આ વિચાર સારો છે પરંતુ બંને ખેલાડીએ પોતાની ઉમર વધવાની સાથે યુવા બેટરની સાથે પોતાની જાતને આગળ રાખવાનો પડકાર રહેશે. જે બંને કેટલા જુસ્સાદાર અને મોટીવેટેડ રહેશે તેના પર નિર્ભર કરે છે. પરંતુ રોહિત અને વિરાટના કિસ્સામાં આ કોઈ સમસ્યા નથી. તેઓ આ રીતે જ પોતાની કારકિર્દીમાં આ તબક્કે પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ જેમ ઉંમર વધશે તેમ શુભમન ગિલ, સાઈ સુદર્શન જેવા ખેલાડીઓ પણ સારો દેખાવ કરતા જોવા મળી શકે છે.
નહેરાએ આગળ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્રિકેટર નિવળત્તિ લેવા નથી માંગતો. પરંતુ વધતી ઉમર સાથે તે પોતાની શરીરની સીમાઓને સ્વીકારી લે છે. હું જીવનભર ૧૮ વર્ષનો જ રહેવાનું જ પસંદ કરીશ. હું કયારેય નિવળત લેવા નહી માંગું. જો તમે ગૌતમ ગંભીરને પૂછશો કે, શું તમારું શરીર ફીટ છે, શું તમે હજુ રમવા માંગશો. તેનો જવાબ હશે, હા હું તૈયાર છું. હું સાઈ સુદર્શન જેવા કોઈ ખેલાડીની જગ્યાએ રમીશ. પરંતુ હકીકતમાં તમારી ઉંમર વધે છે. ચાર વર્ષ ઘણો લાંબો સમય છે. બંનેનો આગામી વર્લ્ડકપ રમવાનો વિચાર શાનદાર છે. જો તે કરી શકાતું હોય તો આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
