<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

પાકિસ્તાને UAE ને 10 વિકેટે હરાવી એશિયા કપના ગ્રુપ Aમાં બીજું સ્થાન મેળવ્યું

નવી દિલ્હી: બોલરોના સચોટ પ્રદર્શન અને ગુલ ફિરોઝની શાનદાર અડધી સદીની મદદથી પાકિસ્તાને મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 10 વિકેટથી હરાવીને મહિલા એશિયા કપના ગ્રુપ Aમાં બીજું સ્થાન મેળવ્યું છે સતત જીત મેળવી અને તેણે સેમિફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. સેમીફાઈનલ માટે તેણે આજે યોજાનારી ભારત અને નેપાળ વચ્ચેની છેલ્લી ગ્રુપ મેચના પરિણામની રાહ જોવી પડશે.પાકિસ્તાને UAEને 20 ઓવરમાં આઠ વિકેટે 103 રન પર રોક્યા બાદ 14.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 107 રન બનાવ્યા અને 35 બોલ બાકી રહેતા એકતરફી જીત મેળવી લીધી.ગુલ ફિરોઝા, જેને તેની અડધી સદી અને બે કેચ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી, તેણે મુનીબા અલી સાથે ઓપનિંગ પાર્ટનરશિપમાં 107 રન ઉમેર્યા હતા. ગુલ ફિરોઝાએ 55 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવ્યા હતા જ્યારે મુનીબા અલીએ 30 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા.યુએઈની આ સતત ત્રીજી હાર હતી અને તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.

(4:36 PM IST)