<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ઓલિમ્‍પિકનો બોક્‍સિંગનો ડ્રો જાહેર : ઝરીન અને લવલીના સામે કોણ કરશે સામનો?

પેરિસ ઓલિમ્‍પિક ૨૦૨૪માં ભારતના લગભગ ૧૧૭ એથ્‍લેટ ભાગ લઈ રહ્યા છે

નવી દિલ્‍હી,તા.૨૬ : પેરિસ ઓલિમ્‍પિક્‍સ ૨૦૨૪ શરૂ થઈ ગઈ છે. જોકે, રમતોનું ઔપચારિક ઉદ્ધાટન આજે એટલે કે ૨૬મી જુલાઈએ રાત્રે થશે. આ પછી ૨૭ જુલાઈથી આગળની રમતો પણ શરૂ થશે. આ વર્ષના ઓલિમ્‍પિકમાં ભારતના લગભગ ૧૧૭ એથ્‍લેટ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી સમગ્ર ભારતને મેડલ જીતવાની આશા છે. ભારતની તીરંદાજી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ક્‍વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્‍થાન નિヘતિ કર્યું છે. આ વખતે પણ ભારત ઓલિમ્‍પિકમાં તેના બોક્‍સરો પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યું છે. આ દરમિયાન ભારતીય બોક્‍સિંગ ખેલાડીઓનો ડ્રો જાહેર કરવામાં આવ્‍યો છે એટલે કે ભારતીય ખેલાડીઓ કોઈ વિરોધી એથલીટનો સામનો કરશે, તેવું એલાન થયું છે.

 પેરિસ ૨૦૨૪ ઓલિમ્‍પિકમાં ભારતીય બોક્‍સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન પોતપોતાની વેઇટ કેટેગરીમાં મુશ્‍કેલ ડ્રોનો સામનો કરશે. મહિલાઓની ૫૦ કિગ્રા બોક્‍સિંગ ઈવેન્‍ટમાં રાઉન્‍ડ ઓફ ૩૨માં નિખત જર્મનીની મેક્‍સી કેરિના ક્‍લોએત્‍ઝરનો સામનો કરશે, પરંતુ બે વખતની વર્લ્‍ડ ચેમ્‍પિયનનો સામનો એશીયન ગેમ્‍સ ચેમ્‍પીયન ચાઈનાની વૂ યૂ સામે થઈ શકે છે, 

 લવલીના બોર્ગોહેન મહિલા ૭૫ કિગ્રામાં નોર્વેની સુન્નીવા હોફસ્‍ટેડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે અને ક્‍વાર્ટર ફાઇનલમાં તેણીનો સામનો ચીનની લી કિયાન સામે થઈ શકે છે. બે વખતની ઓલિમ્‍પિક મેડલ વિજેતા કિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્‍સમાં મહિલાઓની ૭૫ કિગ્રાની ફાઇનલમાં બોર્ગોહેનને હરાવી હતી.

(3:34 PM IST)