<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મહિલા એશિયા કપઃ બાંગ્લાદેશને 10 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી : સ્મૃતિ મંધાનાની અડધી સદી

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીતમાં સ્મૃતિ મંધાનાની અડધી સદી મહત્વની હતી. જે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધું હતું. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં બાંગ્લાદેશની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાની બોલિંગે બાંગ્લાદેશને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 80 રન સુધી મર્યાદિત કરી દીધું.આ મેચમાં ભારતની રેણુકા સિંહ ઠાકુરે ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાધા યાદવે પણ શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી.બાંગ્લાદેશ તરફથી ઓપનર દિલારા અખ્તર અને મુર્શિદા ખાતૂન અનુક્રમે 6 અને 4 રન બનાવીને રેણુકા સિંહના બોલ પર આઉટ થયા હતા. ઈશ્મા તન્ઝીમે પણ ત્રીજા નંબરે માત્ર 8 રન બનાવ્યા અને રેણુકા સિંહનો ત્રીજો શિકાર બની.

 

(6:29 PM IST)