<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સુર્યા-ગંભીરની શુભ શરૂઆતઃ સિરીઝ જીતી

હેડકોચ ગંભીરના કાર્યકાળમાં પ્રથમ ટી-૨૦ સિરીઝ જીતી લીધીઃ વરસાદના લીધે ૮ ઓવરમાં ૭૮ રનનો ટાર્ગેટ ભારતે ૩ વિકેટે ચેઝ કરી લીધો

નવી દિલ્‍હીઃ રવિ બિશ્નોઇ (૩ વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્‍વી જયસ્‍વાલના ૩૦ રનની મદદથી ભારતે શ્રીલંકા સામેની બીજી ટી-૨૦માં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ૭ વિકેટે વિજય મેળવ્‍યો હતો. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૧ રન બનાવ્‍યા હતા. જોકે વરસાદના કારણે ભારતને ૮ ઓવરમાં ૭૮ રનનો પડકાર મળ્‍યો હતો. જે ભારતે ૬.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

આ જીત સાથે ભારતે ૩ મેચની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઇ મેળવી લીધી છે. બન્ને વચ્‍ચે ત્રીજી ટી-૨૦ મેચ ૩૦ જુલાઇના રોજ રમાશે.

યશસ્‍વી જયસ્‍વાલ ૧૫ બોલમાં ૩ ફોર ૨ સિક્‍સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ ૧૨ બોલમાં ૪ ફોર ૧ સિક્‍સર સાથે ૨૬ રન ફટકાર્યા હતા.

ભારત તરફથી રવિ બિશ્નોઇએ સોૈથી વધારે ૩ વિકેટ ઝડપી. અર્શદિપસિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાને ર-ર વિકેટ લીધી હતી. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૧ રન બનાવ્‍યા હતા.

(5:04 PM IST)