<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

જયસ્‍વાલની અનોખી સિધ્‍ધીઃ ૧૩ ટી-૨૦ મેચોમાં ૧ હજાર રન

યુવા બેટરોની યાદીમાં એન્‍ટ્રી

નવી દિલ્‍હીઃ ટીમ ઈન્‍ડિયાનો સ્‍ટાર બેટ્‍સમેન યશસ્‍વી જયસ્‍વાલ પોતાની તોફાની બેટિંગથી એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. શ્રીલંકા સામે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ૭ રનનો આંકડો પાર કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. યશસ્‍વી જયસ્‍વાલ ૨૦૨૪માં એક હજાર રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.

યશસ્‍વી જયસ્‍વાલે ગયા વર્ષે ટીમ ઈન્‍ડિયા માટે ડેબ્‍યૂ કર્યું હતું. માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં આ ટેલેન્‍ટેડ ખેલાડીએ આ વર્ષે રમાયેલી ૧૩ આંતરરાષ્‍ટ્રીય મેચોમાં ૧ હજારથી વધુ રન બનાવ્‍યા છે. તેને કુલ ૧૦૨૩ રન બનાવ્‍યા છે.

આ સાથે જયસ્‍વાલે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે એક કેલેન્‍ડર વર્ષમાં ૧ હજાર રન બનાવનાર યુવા બેટ્‍સમેનોના લિસ્‍ટમાં સામેલ થયો. તેને આ લિસ્‍ટમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકની બરાબરી કરી છે. તે સંયુક્‍ત ત્રીજા સ્‍થાને આવી ગયો છે. વિરાટ અને કાર્તિકે ૨૨ વર્ષની ઉંમરમાં ૧ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. યશસ્‍વીએ પણ ૨૨ વર્ષમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ખાસ લિસ્‍ટમાં સચિન તેંડુલકરનું નામ ટોચ પર છે. તેને ૧૯ વર્ષની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

(5:08 PM IST)