<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મનુનો બ્રોન્‍ઝ મેડલ અમારા માટે ગોલ્‍ડ છે : દાદી દયા કૌર

નવી દિલ્‍હી : મનુ ભાકર તેનાં મમ્‍મી-પપ્‍પા અને ભાઈ સાથે છેલ્લાં બે વર્ષથી ફરીદાબાદમાં રહે છે. પેરિસ ઓલિમ્‍પિક્‍સના છ મહિના પહેલાં મનુ પોતાની દાદી દયા કૌરને મળવા પહોંચી ત્‍યારે તેણે પૂછ્‍યું હતું કે હું તમારા માટે વિદેશથી શું લાવું? દયા કૌરે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે ‘આ બ્રોન્‍ઝ મેડલ અમારા માટે સોના જેવો છે અને અમારા પરિવારનો સૌથી મોટો ખજાનો છે. જયારે તે અહીં આવે છે ત્‍યારે ઘરના બગીચામાંથી તાજાં ફળો તેમ જ રાયતું માગે છે. કેટલીક વાર તેને ચૂરમાના લાડુ ખાવા પણ ગમે છે.'

(2:48 PM IST)