<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ટેનિસમાં ભારતની મેડલ સફર પૂરી

નવી દિલ્‍હી : પેરિસ ઓલિમ્‍પિકની ટેનિસ ઈવેન્‍ટમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્‍યો છે. આ ઇવેન્‍ટમાં, ભારતની આશાઓ એક દિવસમાં સમાપ્ત થઈ ગઈ અને ભારતીય ટેનિસ ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્‍યો છે.

રોહન બોપન્ના અને એન બાલાજીએ પેરિસ ઓલિમ્‍પિક ૨૦૨૪ની તેમની પ્રથમ મેચમાં ફ્રેન્‍ચ જોડી ગેલ મોનફિલ્‍સ અને એડૌર્ડ રોજર-વેસેલિનનો સામનો કરવો પડ્‍યો. ભારતીય જોડીને પહેલા રાઉન્‍ડની મેચમાં ૫-૭, ૨-૬થી હારનો સામનો કરવો પડ્‍યો હતો. આ પહેલા સુમિત નાગરને પણ તેની મેચમાં હારનો સામનો કરવો પડ્‍યો હતો, જેના કારણે પેરિસ ઓલિમ્‍પિકમાં ટેનિસમાં ભારતની ભાગીદારી પણ સમાપ્ત થઈ ગઈ હતી.

(2:50 PM IST)