<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ક્રિકેટરો પણ ગોલ્‍ડ જીતવા માંગે છે

પેરિસમાં બનેલા ઇન્‍ડિયા હાઉસમાં રાહુલ દ્રવિડે કહ્યું : મને ખાતરી છે કે આપણા ક્રિકેટરો ઓલિમ્‍પિકસને ગંભીરતાથી લેશે અને ત્‍યાં પહોંચવા સખત મહેનત કરશે

નવી દિલ્‍હી : ૨૦૨૮માં લોસ એન્‍જલસમાં યોજાનારી ઓલિમ્‍પિક ગેમ્‍સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. વર્લ્‍ડ કપ વિનિંગ કોચᅠરાહુલ દ્રવિડᅠઆ સંદર્ભે ‘ક્રિકેટ ઇન ધી ઓલિમ્‍પિક્‍સ' વિશે ચર્ચામાં ભાગ લેવા માટે ફ્રાન્‍સની રાજધાની પેરિસમાં બનેલા ભવ્‍ય ઇન્‍ડિયા હાઉસ પહોંચ્‍યો હતો.

લોકો ૨૦૨૬માં યોજાનારા ટી૨૦ વર્લ્‍ડ કપ અને ૨૦૨૭માં યોજાનારા વન-ડે વર્લ્‍ડ કપની સાથે ૨૦૨૮ની લોસ એન્‍જલસ ઓલિમ્‍પિક ગેમ્‍સની પણ ચર્ચા કરી રહ્યા છે એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે ‘મેં ડ્રેસિંગરૂમમાં આના વિશે ગંભીર વાતચીત સાંભળી છે. ક્રિકેટરો પણ ગોલ્‍ડ મેડલ જીતવા માગે છે, પોડિયમ પર ઊભા રહેવા માગે છે અને એક મોટી સ્‍પોર્ટિંગ ઇવેન્‍ટનો ભાગ બનવા માગે છે. મને ખાતરી છે કે ક્રિકેટર્સ ઓલિમ્‍પિક્‍સને ગંભીરતાથી લેશે અને ત્‍યાં પહોંચવા માટે સખત મહેનત કરશે.'

(2:52 PM IST)