<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

આજે વધુ એક મેડલ જિતાડી શકે છે મનુ ભાકર

આત્‍મવિશ્વાસથી ભરપૂર મનુ ભાકરᅠપેરિસ ઓલિમ્‍પિક્‍સમાં તેના બીજા મેડલ તરફ આગળ વધી રહી છે. ગઈ કાલે તેણે સરબજોત સિંહ સાથે ૧૦ મીટર એર પિસ્‍ટલ મિક્‍સ્‍ડ ટીમ ઇવેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ મેચ માટે ક્‍વોલિફાય કર્યું હતું. મનુ અને સરબજોતે મેડલ રાઉન્‍ડમાં પ્રવેશવા માટે મિક્‍સ્‍ડ ટીમ ઇવેન્‍ટમાં ૫૮૦નો સ્‍કોર કર્યો. ૨૦ પર્ફેક્‍ટ શોટ સાથે આ ભારતીય ટીમ ત્રીજા ક્રમે રહી હતી.

(2:56 PM IST)