News of Tuesday, 30th July 2024
બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનની ડેબ્યુ ઓલિમ્પિક મેચ કેમ થઇ ડિલીટ ?
હરીફ ખેલાડી ઇન્જર્ડ થતાં તમામ પરિણામો થયા રદ્દ : હવે લક્ષ્યસેન કાલે મેચ જીતશે તો પ્રિ-કવાર્ટર ફાઇનલમાં પહોંચશે

નવી દિલ્હી : ભારતના બેડ્મિન્ટન સ્ટાર લક્ષ્ય સેને પોતાની ડેબ્યુ ઓલિમ્પિક મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પણ ગ્વાટેમાલાનો ખેલાડી કેવિન કોર્ડન કોણીની ઈજાને કારણે ઓલિમ્પિક્સમાંથી બહાર થતાં તેની તમામ મેચનાં પરિણામ રદ થયાં, જેના કારણે લક્ષ્ય સેનના પોઇન્ટ ડિલીટ થયા હતા. હવે અન્ય મેચના પરિણામને આધારે તે આગળ વધી શકશે. ગઈ કાલે તેણે બેલ્જિયમના જુલિયન કેરેગીને ૪૩ મિનિટમાં હરાવ્યો હતો.
હવે ૩૧ જુલાઇએ તેની અંતિમ ગ્રુપ મેચ વિશ્વના ત્રીજા નંબરના ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે રમાશે. આ મેચ નક્કી કરશે કે ગ્રુપ એલમાંથી પ્રી-કવાર્ટર ફાઇનલમાં કોણ પહોંચશે, કારણ કે હાલમાં ક્રિસ્ટી અને લક્ષ્ય બંનેએ એક-એક મેચ જીતી છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
