<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

છેલ્લી એક મિનિટ પહેલા ગોલ કરીને કેપ્‍ટને ભારતીય હોકી ટીમને અનબીટેબલ રાખી

આજે સાંજે ૪:૪૫ વાગ્‍યાથી ભારત વિ. આયરલેન્‍ડ વચ્‍ચે હોકીનો મેચ

નવી દિલ્‍હી : અંતિમ વ્‍હિસલ વાગવાની એક મિનિટ પહેલાં પેનલ્‍ટી કોર્નરમાં કેપ્‍ટન હરમનપ્રીત સિંહના ગોલેᅠભારતને રિયો ઓલિમ્‍પિક્‍સ ચેમ્‍પિયન આજર્ેિન્‍ટના સામે મેચને ૧-૧થી ડ્રો કરવામાં મદદ કરી હતી. આ પહેલો ગોલ ભારતને આ મેચમાં મળેલા દસમા પેનલ્‍ટી કોર્નર પર મળ્‍યો હતો. છેલ્લી મેચમાં પણ ભારતે ૫૯મી મિનિટે પેનલ્‍ટી સ્‍ટ્રોક પર હરમનપ્રીત સિંહના ગોલને કારણે ન્‍યુ ઝીલેન્‍ડને ૩-૨ના સ્‍કોરથી હરાવ્‍યું હતું. આજે સાંજે ૪.૪૫ વાગ્‍યે ભારતીય ટીમ આયરલેન્‍ડ સામે મહત્ત્વપૂર્ણ મેચ રમશે.

(2:58 PM IST)