News of Tuesday, 30th July 2024
મેં કયારેય કલ્પના પણ નહોતી કરી કે હું બે દાયકા સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરીશ
સ્ટાર ખેલાડી રોહન બોપન્નાએ ટેનિસમાંથી લીધી નિવૃતિ

નવી દિલ્હીઃ અનુભવી ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કર્યા બાદ કહ્યું કે તે ભારત માટે તેની છેલ્લી મેચ રમ્યો છે. બોપન્ના દેશ માટે વધુ સારી નોંધ પર તેની કારકિર્દીનો અંત લાવવા માંગતો હતો પરંતુ તેણે તેની ૨૨ વર્ષની લાંબી કારકિર્દીમાં ઘણી મોટી સફળતાઓ મેળવી છે તેના પર તેને ગર્વ છે. બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની પુરુષ ડબલ્સની જોડી એડવર્ડ રોજર વેસેલિન અને ગેલ મોનફિલ્સની ફ્રેન્ચ જોડી સામે ૫-૭, ૨-૬થી હારી ગઈ હતી. આ જોડીની હાર સાથે ટેનિસમાં ભારતનો ઓલિમ્પિક મેડલનો દુકાળ ૧૯૯૬ પછી પણ ચાલુ રહ્યો.
બોપન્નાએ કહ્યું, ‘‘દેશ માટે આ ચોક્કસપણે મારી છેલ્લી ટૂર્નામેન્ટ હતી.'' હું જે પરિસ્થિતિમાં છું તે હું સંપૂર્ણપણે સમજું છું. હવે હું જ્યારે પણ રમી શકીશ ત્યારે ટેનિસનો આનંદ માણીશ. તે પહેલા જ ડેવિસ કપમાંથી નિવળત્તિની જાહેરાત કરી ચૂકયો છે. ‘‘હું જ્યાં છું તે મારા માટે પહેલેથી જ એક મોટું બોનસ છે.'' તેણે તેના ચહેરા પર સ્મિત સાથે કહ્યું. મેં કયારેય કલ્પના નહોતી કરી કે હું બે દાયકા સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. મેં મારી કારકિર્દીની શરૂઆત ૨૦૦૨માં કરી હતી અને ૨૨ વર્ષ પછી પણ મને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળી રહ્યો છે. મને તેનો ખૂબ જ ગર્વ છે.
બોપન્નાએ કહ્યું કે રાષ્ટ્રીય ટીમ માટે તેની સૌથી યાદગાર મેચ ૨૦૧૦માં બ્રાઝિલ સામેની પાંચમી ડેવિસ કપ મેચ હતી. ‘‘ડેવિસ કપના ઇતિહાસમાં આ ચોક્કસપણે એક છે.'' તેણે કહ્યું. એ મારી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ક્ષણ છે, એમાં કોઈ શંકા નથી કે ચેન્નાઈમાં એ ક્ષણ અને પછી બેંગ્લોરમાં સર્બિયા સામેની મેચ પાંચ સેટમાં જીતવી એ પણ યાદગાર ક્ષણો હતી.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
